આમોદ: આમોદ પાલિકાના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા ભારે રોષ, જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું.
Amod, Bharuch | Nov 28, 2025 આમોદના બહુચરાજી મંદિર વિસ્તાર પાસે એક ગાય ફરતી હતી. આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.