માણાવદર: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ — બાંટવાના યુવક સામે માણાવદર પોલીસમાં ફરિયાદ
માણાવદર તાલુકાના બાંટવા ખાતે રહેતા ચિરાગ વાઘેલા નામના યુવક વિરુદ્ધ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી, ફોસલાવી અને અપહરણ કર્યાની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસે સગીરાની શોધખોળ તેમજ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે.