કાલોલના બોરૂ રોડ ઉપર આવેલ કિશાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાઇન જોવા મળી હતી.એક તરફ ખેડૂતો પાક નુકશાનીની સામે યોગ્ય વળતર ન મળતાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે.તો બીજી તરફ હાલમાં તૈયાર થઈ રહેલ ઘઉં,બાજરી, મકાઈ અને દિવેલા જેવાં પાકોને લઈને ખાતરની જરૂર પડે ત્યારે લેવા માટે જતાં સમયસર ખાતર મળતું નથી.તો અમુક પ્રાઇવેટ દુકાનદારો ખેડૂતો પાસે ખાતરના વધુ ભાવ લેતાં હોવાની પણ લોકબુમો ઉઠતી હોય છે.