કપડવંજમાં 8.77 કરોડના ખર્ચે એસ.ટી બસ સ્ટેન્ડ નિર્માણ પામશે રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું..કપડવંજમાં અત્યાધુનિક 15 પ્લેટફોર્મ ધરાવતું બસ સ્ટેન્ડ વિકાસ પામશે. કપડવંજમાં નવાં બસ સ્ટેન્ડના નિર્માણથી મુસાફરોને સરળતા રહેશે.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.