મેંદરડા: રાજ્યકક્ષાએ કબડી સ્પર્ધામાં
શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડા ની વિદ્યાર્થીનીઓએ મેળવેલી અનેરી સિદ્ધિ.
મેંદરડા ખાતે આવેલ સ્વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રી ગાયત્રી વિનય મંદિર - મેંદરડા ની વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાએ કબડી સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ.જેમની આ સિદ્ધિ ને કેન્દ્રીય રમતગમત મંત્રી માન.શ્રી ડો.મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ તથા શાળાના આચાર્યશ્રી કથીરીયા મનોજભાઈ ઉપસ્થિત રહેલ