જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળતા જોષીપરા ખાતેથી આરોપીને દબોચી લઈ કાર્યવાહી કરી છે.