સુરતના ગોડાદરાની ૧૭ વર્ષીય સગીરાને "તેરા ભાઈ બુલા રહા છે" તેમ કહી રાજસ્થાની બે મિત્રો ફોરવીલમાં બેસાડી લઈ ગયા હતાં. બાદ એક મિત્રએ શારીરિક અડપલાં કર્યા હતાં. જ્યારે, બીજા મિત્ર દ્વારા છેડતીનો વિડીયો બનાવી આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી જનારા બંને મિત્રો ની ગોડાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષ ૮ માસ વય ધરાવતી રાજસ્થાની પરિવારની સગીરા માતા ને ઘરકામમાં મદદ કરે છે.