ફાયરના ફ્રેશર જવાનોને ફ્લડ સમયે બનતી ઘટના અંગે ખાસ તાલીમ,વિવિધ અત્યાધુનિક સાધનો વિશે આપી સમજણ
Majura, Surat | Jun 3, 2025 સુરતના અડાજણ સ્થિત જોગણી નગર તરણકુંડ ખાતે ફાર્મ જવાનોની ખાસ ટ્રેનિંગ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાયર ઓફિસર ઈશ્વર પટેલના માર્ગદર્શન અને ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના આદેશ ન પગલે ફ્રેશર ફાયર ના જવાનોને ફ્લડ સમયે કરવામાં આવતી કામગીરી વિશેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.જેમાં ફાયર માં અત્યાધુનિક સાધનો ન ઉપયોગ વિશેની પણ વિસ્તૃત જાણકારી આપી ટ્રેઈન કરવામાં આવ્યા હતા.