વાપી: વાપી GIDCના કામદારોના પગાર, ગંભીર અકસ્માતમાં વળતર સહિતના મુદ્દે MLA અનંત પટેલે લેબર કમિશનરને રજૂઆત કરી
Vapi, Valsad | Nov 20, 2025 વાપી GIDCમાં સ્થાનિક કામદારોનું શોષણ અને અન્યાય થતો હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે સ્થાનિક કામદારોની વેદનાઓને વાચા આપીને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.