સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ બનાસકાંઠા જિલ્લામાં આજે તારીખ 09/10/2024 ના રોજ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળતા ભાભર રાધનપુર હાઇવે માનપુરા ગામ નજીક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નં GJ18 BK 5358 નો પીછો કરતા ભાભર રાધનપુર રોડ માનપુરા ગામ નજીક પોલીસના માણસો એ ટ્રાફિક જામ કરતાં ગાડી ચાલક અને કંડકટર અંધારામાં ગાડી મુકી નાસી ગયેલ પોલીસે ગાડી અંદર તપાસ કરતા ગાડીમાં પરપ્રાંતિય દારૂ બિયર જથ્થો ઝડપી ભાભર પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી.