વડાપ્રધાન ના માર્ગદર્શનમાં ખેડૂત પશુપાલકો ની આવક બમણી કરવાની નેમ સાથે ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વિવિધ યોજનાઓ અમલીકરણ કરી સમગ્ર દેશના પશુપાલકોની આવક બમણી કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્રના વડા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ના માર્ગદર્શન માં સાવજ જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી દ્વારા સાવજ ડેરી સાથે સંલગ્ન પશુપાલકોના શૈક્ષણિક પ્રવાસને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતુ