ઉમરપાડા: કલેક્ટર કચેરી ખાતે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Umarpada, Surat | Nov 21, 2025 સુરત જિલ્લા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડો. સૌરભપારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો અને વિવિધ વિભાગોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.