પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ હરિહરરાય ઠાકરે કોર્પોરેટરો, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત દસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પાટણ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.ઘટના 29 જુલાઈ 2025ના રોજ સાંજે 4:30થી 5:00 વાગ્યા દરમિયાન બની હતી. ચીફ ઓફિસર હીરલ ઠાકર પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરીને તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.