અમદાવાદ ઇન્દોર હાઇવે પર દિન પ્રતિદિન વધતા અકસ્માત હવે લાગે છે કે આ હાઇવે ભોગીલો બન્યો છે દાહોદ થી ગોધરા હાઈવે હવે માણસો તો ઠીક મુંગા પશુઓ માટે પણ જીવલેણ સાબીત થઈ રહ્યો છે દાહોદ નજીકથી પસાર થતા હાઇવે પરથી પૂર ઝડપે ચાલતા વાહનોથી દિન પ્રતીદિન અકસ્માતોની ઘટનાઓમા વધારો થઈ રહ્યો છે.જેમાં આજરોજ ખાવાની શોધમા જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તારમા આવી ગયેલ નીલ ગાયનું ઇન્દોર અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો જેમાં નીલ ગાયને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.