નવસારી: નવસારી પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’ સફળ: સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 5 આરોપી ઝડપાયા
નવસારી જીલ્લા પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત મોટી કામગીરી હાથ ધરી છે. મ્યુલ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના કુલ 5 આરોપીઓને શોધી કાઢી અટકાયત કરવામાં આવી છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ સેલથી પ્રાપ્ત માહિતીના આધારે તપાસ દરમ્યાન IndusInd બેંકનું એક મ્યુલ અકાઉન્ટમાંથી 1.80 કરોડથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન તથા દેશના વિવિધ રાજ્યોમાંથી 7 ફરિયાદો સામે આવી.