ટંકારા: ટંકારાના જીવાપર ગામે ફાયર વિભાગ દ્વારા કૂવામાંથી સગીરનો મૃતદેહ બહાર કઢાયો
Tankara, Morbi | Nov 14, 2025 ટંકારા તાલુકાના જીવાપર ગામની ડગરપાર્ટ વાડી વિસ્તારમાં ૬૦ ફુટ ઉંડા કુવામાં એક સગીર વયનો બાળક પડી ગયો હતો જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ સગીરને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગની એક કલાકની ભારે જેહમત બાદ કુવામાંથી ૧૨ વર્ષીય જયદીપ મહેશ ભાભોર નામના સગીરનો મૃતદેહ બહાર કઢાયો છે. તેમજ હાલ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે