તમારું પાર્સલ છે સહી કરી દો તેવું કહી ને ચેન ખેંચી લીધી હોવાની ઘટના વડોદરા શહેર માંથી સામે આવી છે.ડિલિવરી બોયના કપડા પહેરી એક્ટિવા પર આવેલા ઈસમે ચેન ખેંચી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો.અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીના વૃધ્ધ એક ચાલાક ગઠિયાનો શિકાર બન્યા હતા.હસમુખ જયરામ પટેલની ચેન લૂંટી ને ગઠિયો ફરાર થઈ ગયો હતો.વૃદ્ધે પાર્સલ ખોલતા અંદરથી બુંદી નીકળી હતી.