જેસર તાલુકાના તાતણીયા ગામે ગટર લાઇન ઓવરફ્લો થવાથી ગંદું પાણી મુખ્ય રોડ પર ફરી વળ્યું છે. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર ગટરનું પાણી ભરાઈ જતા વાહનચાલન મુશ્કેલ બન્યું છે તેમજ દુર્ગંધ ફેલાતા આરોગ્યને લઈને પણ ચિંતા ઉભી થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ તાત્કાલિક ગટર સાફ કરી યોગ્ય નિકાલ કરવાની માંગ ઉઠાવી છે.