રબારી સમાજના આસ્થાના મહાન પ્રતીક એવા બળેજ મઢ ખાતે માં ભગવતીના પાવન સાનિધ્યમાં માતાજીના કળશ પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના પરમ ઉપાસક પુજ્ય ભુવાઆતા શ્રી જેઠાઆતા (ઉલવા પરિવાર) દ્વારા આયોજિત આ પવિત્ર પ્રસંગે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી નેતા જવાહરભાઈ ચાવડાએ પોતાની ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી