કાલોલ: સાલિયાવ ગામના ઈંટોના ભઠ્ઠા પર થયેલ બબાલને લઈ પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કાલોલ તાલુકાના સાલિયાવ ગામમાં પરપ્રાંતિય માલિકના ઈંટોના ભઠ્ઠા પર ઈંટો લેવા આવેલા વેજલપુરના શખ્સોએ હુમલો કરીને ભઠ્ઠાના મહેતા તેમજ બે મહિલા સહિત ચાર વ્યકિતઓને માર મારીને ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મારામારીની આ ઘટના અંગે કાલોલ પોલીસે ફરિયાદી કરેલ ફરિયાદનાં આધારે વેજલપુરના હુમલાખોર આઠ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.