ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે આવેલી સોલર પાવર કંપનીમાં પશુ ચરાવવાની મનાઈ બાબતે થયેલા મનદુઃખના કારણે સિક્યુરિટી ગાર્ડ પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હુમલાખોરોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મામલે પોલીસ દ્વારા ચારેય શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.