કપરાડા: નાનાપોંઢામાં બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ યાત્રા અને જાહેરસભા યોજાશે
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને જનજાતિ ગૌરવ વર્ષ અંતર્ગત જનજાતિય ગૌરવ યાત્રા તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 7 નવેમ્બર 2025 ના રોજ બપોરે 3:00 કલાકે બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા, નાનાપોંઢા ખાતે યોજાશે. જોકે, આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાશે અને બિરસા મુંડાજીના શૌર્ય, ત્યાગ તથા જનહિત માટેના સંઘર્ષને યાદ કરવામાં આવશે...