આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા મટન માર્કેટ સીલ કરવામાં આવી હતી તે બાબતે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે,વારંવાર નગરપાલિકા સીલ કરવા જાય છે.થોડા દિવસમાં દુકાનો સીલ ખોલી ચાલુ થઇ જાય છે પરંતુ નગરપાલિકા વળી 6 મહિના બાદ તેજ સ્થળ પર સીલ કરે છે આવુંજ ચાલુ હોય છે હાલ અંજાર શહેરમાં આવેલ વોર્ડ નં 5 ના લોકો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે પ્રાથમિક સુવિધાના અભાવે તે સંદર્ભે નગરપાલિકા દ્વારા કોઈજાતનુ સંતોષકારક કામ કરાયું નથી.