ભાભર ગાય સર્કલથી એપીએમસીના મેઈન ગેટ સુધીના દબાણો થોડા દિવસો પહેલા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં અમુક સીડી અને પાકો બાંધકામો બાકી રહી ગયેલ જેમાં અન્ય દબણકારોએ તમામ દબાણો દુર કરવા માટે રજુઆતો કરી હતી ત્યારે ભાભર મામલતદારે બાકી રહી ગયેલા દબાણો જેવા કે સીડીઓ તેમજ દુકાનોની આગળના ઓટલા હટાવવાની કામગીરી શરૂ કરી હતી. નગરપાલિકાના પુર્વ પ્રમુખ હરિલાલ આચાર્યએ દબાણ મુદ્દે આજે તારીખ 07/10/ 2024 ના રોજ પોતાની પ્રતિક્રિયા આપી હતી.