નવસારી જિલ્લામાં પ્રથમવખત ફ્લાવર શો નવસારીમાં થશે, જેમાં ફૂલોથી વિવિધ શિલ્પ સાથે થીમ, નોલેજ પણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડરીંગ પણ નવસારી મહાનગરપાલિકાએ કરી દીધું છે. રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી મેગા ફ્લાવર શોનું આયોજન કરવાના આવે છે. આ શોમાં વિવિધ પ્રકારના લાખો ફૂલોના ઉપયોગથી અનેક શિલ્પ,પ્રતિકૃતિ ઊભી કરવા સાથે અન્ય થીમ શો પણ થાય છે.ત્યાં ઉક્ત શો સફળ થયો છે.