કાલોલ તાલુકાના મધવાસ ગામનો સુજલ ગણપતભાઈ સિકલીગર (ઉ.વ આશરે ૧૮) નામનો યુવક શનિવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં ઘરનો સામાન લેવા માટે પોતાની બાઈક પર ઘેરથી હાલોલ તરફ જવા માટે નીકળ્યો હતો.ત્યારે કન્ટેનર ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં તેનું ઘટનાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. કાલોલ પોલીસે ઘટનાં સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.