ધોળકા: વારણા ગામમા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા " વોટ ચોર ગાદી છોડ " કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તા. 06/10/2025, સોમવારે સાંજે 5 વાગે ધોળકા તાલુકાના વટામણ જિલ્લા સીટ પર આવેલ વારણા ગામમાં " વોટ ચોર, ગાદી છોડ " કાર્યકમ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા, ઉપરાંત જશુભાઈ સોલંકી, મનીષભાઈ મકવાણા, હાર્દિકસિંહ દાયમા, નાનુભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.