બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ મથકે આજરોજ તારીખ 29/09/2024 ના અગિયાર વાગ્યાના સુમારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ભાભર પીએસઆઇ એન.પી.સોનારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ભાભર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીના કામે ગુમ થયેલ ટોટલ -17 મોબાઈલ ફોન પરત મેળવી મુળ માલીકોને પરત કરવામાં આવ્યા હતા. જેમાં મોબાઈલ ફોનના માલિકોએ ભાભર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાભર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.