પેટ્રોલીંગ દરમિયાન પોલીસે પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ ગે.કા. પાસ પરમીટ વગર કેફી પીણું પીધું હોવાનું તેમજ પોતાના હવાલાની હોન્ડા કંપનીની સફેદ રંગની એક્ટીવા મોપેડ રજી.નં. જીજે ૪૦ એમજી ૨૬૦૩ (કિંમત રૂ. ૨૦,૦૦૦/-) આડેધડ અને બેફામ રીતે ચલાવતો હતો. આ દરમિયાન પેટ્રોલીંગ પર રહેલી પોલીસે વાહન અટકાવી તપાસ કરતા ગુનાહિત કૃત્ય ઝડપાયું હતું.