પારડી: ઓરવાડમાં દામ્પત્ય વિવાદ ચરમસીમાએ : પત્ની પર હુમલો, ઝઘડામાં રાહુલ યાદવનો મોત સમાન બનાવ, ત્રણ સામે ગુનો દાખલ
Pardi, Valsad | Nov 18, 2025 પારડી તાલુકાના ઓરવાડ વિસ્તારમાં બનેલી દામ્પત્ય ઝઘડાની ઘટનાએ ચકચાર મચાવી છે. શ્રી વાસ્તુ બિલ્ડિંગ, ફ્લેટ નં. 204 ખાતે રહેતી 26 વર્ષીય ચાંદની રામચંદ્ર કોરીએ પારડી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ, તેનો પતિ રાહુલ સંજયભાઈ યાદવ દારૂ પી ઝગડો કરી મારપીટ કરતો હતો. ચાંદનીએ છૂટાછેડા માટે વકીલ મારફતે અરજી કર્યા બાદ પણ રાહુલ વારંવાર તેના ઘરે આવી ત્રાસ આપતો રહ્યો હતો.