મહુવા: સેવાસણ ગામે ત્રણ વર્ષની કદાવર દીપડી વન વિભાગના પાંજરે કેદ.
Mahuva, Surat | Nov 2, 2025 મહુવા તાલુકાના સેવાસણ ગામે દીપડાને પકડવા વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં એક ત્રણ વર્ષની કદાવર દીપડી આબાદ રીતે ઝડપાઈ હતી.ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.