આજે સવારે 11 વાગે મળતી માહિતી મુજબ તાલુકાના રતનપુર ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી 7 વર્ષીય બાળકી કે જે શાળા છૂટ્યા બાદ અન્ય બાળકીઓ સાથે રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે ખેરોજ બાજુથી આવી રહેલી કારે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. પરંતુ તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.ત્યારે ખેરોજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી