કામરેજ: વાવ જોખા રોડ પર RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયાનો મામલો, બન્ને આરોપીઓને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા.
Kamrej, Surat | Nov 24, 2025 કામરેજ નજીક વાવ જોખા રોડ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર હત્યાના ઇરાદે કરાયેલા ફાયરિંગ કેસમાં, જિલ્લા પોલીસે આજે (24 નવેમ્બર 2025) બીજા તબક્કાના રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓ પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઇશ્વરપુરી ગોસ્વામીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યા છે. જોકે, ગુનામાં વપરાયેલું મુખ્ય પુરાવારૂપ હથિયાર હજુ સુધી પોલીસને મળ્યું નથી.