વડાલી: તાલુકામાં SIR ની ખાસ ઝૂંબેશ અંતર્ગત કામગીરી હાથ ધરાઈ..
SIR ની ખાસ ઝુંબેશ અંતર્ગત વડાલી શહેર અને તાલુકામાં આજે 9 થી 1 દરમિયાન ગણતરી ફોર્મ કલેક્શન કરાયા હતા. ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું અને ભર્યા પછી BLO દ્વારા પરત લેવાયા હતા. જેમાં ઇડર વડાલી વિધાન સભાના 2, 97,786 મતદારો જેમાં વડાલી તાલુકા સહિત સો ટકા ફોર્મ વિતરણ કરાયું છે. જેમાંથી સરેરાશ 23,683 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યું છે.આ માહિતી આજે 2 વાગે મામલતદાર કચેરી થી મેળવી હતી.