ટંકારા: ટંકારાના મિતાણા પાસે ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતા એકનું મૃત્યુ: ગુન્હો દાખલ
Tankara, Morbi | Nov 13, 2025 ટંકારાના મિતાણા ગામ પાસે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખવામાં આવતા બે દિવસ પૂર્વે ઓટો રીક્ષા ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં મોરબી રહેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.