વડાલી: મહોર પાટિયા પાસે ડમ્પપર ચાલકે બાઈક ને ટક્કર મારતા ત્રણ ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયા.
સૂત્રો દ્વારા આજે સવારે 10 વાગે મળેલ માહિતી મુજબ ધરોઈ તરફથી વડાલી તરફ આવી રહેલા એક બાઈકને શુક્રવારના રોજ ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો રોડ પર પટકાયા હતા અને તેમને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખસેડાયા હતા.GJ.18.Q.9060 નંબરનું બાઈક ધરોઈ તરફથી વડાલી તરફ આવી રહ્યું હતું. તે સમયે આ બનાવ બન્યો હતો.