સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા, કતારગામ પોલીસ મથકના 24 વર્ષ જૂના હત્યાના ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી દબોચી લીધો છે. નજીવી રકમ માટે કરાયેલી આ હત્યાના મામલે આરોપી બે દાયકાથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.વર્ષ 2002માં કતારગામની નિખાલનગર ઝૂંપડપટ્ટીમાં આ ચકચારી ઘટના બની હતી. અગાઉ પકડાયેલ આરોપી સુદર્શન પ્રધાન મેસ ચલાવતો હતો. મૃતક સીમાંચલ પ્રધાનને મેસના માત્ર ₹400 ચૂકવવાના બાકી હતા.