ધોળકા: ધોળકા ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન અને સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો
તા. 10/11/2025, સોમવારે બપોરે ત્રણ વાગે ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં બાલાજી વૃંદ - 1 એપાર્ટમેન્ટમા ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હીનાબેન મકવાણા દ્વારા સ્નેહ મિલન અને સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા અને ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ તથા સ્થાનિક મહિલાઓ હાજર રહ્યા હતા.