ગાંધીધામ-આદિપુરને જોડતું વ્યસ્ત લીલાશાહ ફાટક (LC- 5 અપલાઇન) આજે શુક્રવારે રાત્રે 8:00 વાગ્યાથી શનિવારે સવારે 5:00 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આદિપુર રેલવે સ્ટેશન પર ત્રીજા પ્લેટફોર્મની ચાલી રહેલી કામગીરી અને નવી લૂપ લાઇન નાખવાના પ્રોજેક્ટને કારણે રેલવે વિભાગ દ્વારા આ બ્લોક લેવામાં આવ્યો છે. ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે પ્રાંત અધિકારીએ પોલીસ વિભાગને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પત્ર પાઠવ્યો છે.