ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ સુંવાલી ખાતે આયોજિત સુંવાલી બીચ ફેસ્ટિવલ - ૨૦૨૬નો શુભારંભ કાર્યક્રમ અસંખ્ય સુરતના સહેલાણીઓની ઉપસ્થિતિ સાથે સંપન્ન થયો જેમાં ભારતના સુપ્રસિદ્ધ લોકગાયક અને ગુજરાતનું ગૌરવ શ્રી ઓસમાણ મીર અને શ્રી આમિર મીરના સૂરીલા સૂરે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા.