જૂનાગઢ: દોલતપરા નજીક હાઇવે પાસે નાલા માંથી મળ્યો મૃતદેહ, પોલીસ પહોંચી ઘટના સ્થળે, ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો
જુનાગઢ દોલતપરા નજીક હાઇવે પાસે નાલા માંથી મૃતદેહ મળ્યો છે.આજે વહેલી સવારે મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટનાની જાણ થતા રાહદારીઓના પણ ટોળા એકત્રિત થયા હતા.ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને નાલા બહાર કાઢવામાં આવ્યો છે.