મહુવા: ગોપળાની ઘટનામાં આદિવાસી સમાજ પર હુમલા બાબતેની ન્યાયયાત્રા મોકૂફ,પોલીસને આરોપી પકડવામાં મળી સફળતા.
Mahuva, Surat | Nov 6, 2025 મહુવા તાલુકાના ગોપળા ગામે અન્ય સમાજના કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો બાબતને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને ઘેરા પ્રત્યાઘાત પડતા વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ ની આગેવાની માં ગોપળા ખાતે આક્રોશ સભા યોજવામાં આવી હતી જેમા મહુવા પોલીસને ફરાર બે આરોપીઓને સાત દિવસમાં પકડવામાં નહિ આવે તો મહુવા પોલિસનો ઘેરાવો કરવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.જે મોકૂફ રાખવામાં આવ્યું હતું.