મહુવા: અંબિકાની એક ગામની સગીરાને યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ
Mahuva, Surat | Nov 4, 2025 અંબિકા તાલુકાના એક ગામની સગીરાને યુવક લગ્નની લાલચ ફોસલાવી ભગાવી જવાની ઘટના બનતા મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંબિકા તાલુકાના એક ગામની સગીરાને ભાવેશ હસમુખભાઈ નાયકા નામના યુવક સાથે વાતો કરતી હતી.સગીરાના પરિવાર દ્વારા તારી ઉમર નાની હોય આ વાતો બંધ કરવા અનેકવાર જણાવ્યું હતું.ત્યારે આ કોષ ગામના યુવક કાર લઇ આવી સગીરાને ભગાડી ગયો હતો. કાયદેસરના વાલીપણા માંથી યુવક સગીરાને ભગાવી જતા પોલીસ ફરિયાદ.