માંડવી: કરંજ GIDC માં કામદારો અને કપની સંચાલકો વચ્ચે બબાલ થઇ.
Mandvi, Surat | Nov 18, 2025 સુરત જિલ્લાના કરંજ GIDCમાં તણાવ પૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગોપી કિશન કંપનીમાં મોડા પડવા બદલ કામદારોને પ્રવેશ ન અપાતા વિવાદ થયો હતો. આ દરમિયાન કંપનીના જનરલ મેનેજરની કારે કેટલાક શ્રમિકોને અડફેટે લેતા એક યુવતી ઘાયલ થઈ હતી, જેના પગલે શ્રમિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.