મહુવા: વસરાઈ ગામે બોર માંથી પ્લાસ્ટિક પીગાળે એવું ગરમ પાણી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ.
Mahuva, Surat | Nov 11, 2025 અંબિકા તાલુકાના વસરાઈ ગામે પીવાના પાણીના બોરમાંથી ગરમ પાણી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.અંબિકા તાલુકા વસરાઈ ગામના પ્રકાશભાઈ વલ્લભભાઈ ના ઘરે પીવાના પાણીના બોરમાં છેલ્લા બે ત્રણ દિવસથી બોરમાંથી મોટર ચાલુ કરતા જ ગરમ પાણી આવતું હતું જ્યારે 11 નવેમ્બર ના રોજ મોટર ચાલુ કરતા જ અચાનક વરાળ કાઢતું પાણી નીકળવા લાગ્યું હતું અને પાણી એટલું ગરમ હતું કે અડકવું પણ મુશ્કેલ જણાતું હતું.ગરમ પાણી નીકળવાની વાત ગામમાં વાયુ વેગે ફેલાતા લોકો ઉમટી પડ્યા હતા.