કપરાડા: ભુવનેશ્વર મહાદેવ મંદિરે આદિવાસી ભગત ભૂવાઓની ભવ્ય પૂજા અને જાગરણ
Kaprada, Valsad | Nov 18, 2025 ગતરોજ તારીખ 17 નવેમ્બર 2025 ના મોડી સાંજે અંદાજે 9:00 કલાકે, નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામે શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે આદિવાસી ભગત ભૂવાઓ દ્વારા ગામ દેવની પૂજા અર્ચના તથા રાત્રિ જાગરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. બાલચોંઢી, કોઠાર અને કાજલી ગામના આગેવાનો તથા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.