માંડવી: સાલૈયા ગામે ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માતમાં કઈ રીતે લોકોને મદદ કરી શકાય તે વિશે માહિતી આપવામાં આવી
Mandvi, Surat | Nov 22, 2025 માંડવી તાલુકાના સાલૈયા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં માંડવી નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા માંડવી તાલુકા ના સાલૈયા મુખ્ય પ્રાથમિક શાળા માં એક થી આઠ ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને આગ અકસ્માત સમયે કેવી રીતે બચી શકાય તથા બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય એ અંગેની સચોટ માર્ગદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ સ્કૂલ ના શિક્ષકોને તેમજ સ્કૂલ સ્ટાફને આપેલ છે.જેમાં શિક્ષકો તથા 159 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.