બસ સ્ટેશન રોડ પર દર રવિવારે ભરાતી રવિવારી ગુજરી હવે ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ગુજરી દરમિયાન રસ્તા પર આડેધડ ઊભી રાખવામાં આવતી લારીઓ અને રેકડીઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ સંકુચિત બનતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે રોજિંદા આવાગમનમાં અવરોધ ઊભો થાય છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, લારી ધારકોને રસ્તા પરથી રેકડી હટાવવા માટે વિનંતી કરવામાં આવે ત્યારે અનેક વખત ઉગ્ર બોલાચાલી થાય છે