અડાજણ: સુરત:રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત;પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો
Adajan, Surat | Jan 22, 2026 સુરત: શહેરના રાંદેરમાં નજીવી બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. શ્રીજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ સોલંકી નામના યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેરની શ્રીજી નગરીમાં વાહન ખસેડવા બાબતે રાજુ સોલંકી અને સ્થાનિક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો.