બનાસકાંઠા જિલ્લાના ભાભર દિયોદર સર્કલ ઉપર આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિર ખાતે હવન યજ્ઞ સાથે આજે તારીખ.11/10/2024 ના રોજ આઠમા નોરતે ઉજવણી કરવામાં આવી હતી. ભાભર જાગીરદાર દરબાર સમાજના કુળદેવી નાગણેશ્વરી માતાજીના મંદિરે બનાસકાંઠા હોમગાર્ડ વિભાગના અધિકારી હિંમતસિંહ રાઠોડ એ હાજરી આપી હતી .તેમજ અન્ય સમાજના આગેવાનો સહિત ભાભર જાગીરદાર દરબાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.